અમેરિકાના વિસ્કોન્સિનના વાવાટોસામાં મિલ્વૌકી નજીકના એક મોલ પર ગોળીબારમાં આઠ લોકો ઘાયલ થયા છે. હુમલો કરનાર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. વાવાટોસા પોલીસ વડા બેરી વેબરે જણાવ્યું હતું કે તપાસ કરનારા મેફેયર મોલ શૂટિંગમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેરીએ જણાવ્યું હતું કે પ્રારંભિક નિવેદનો દર્શાવે છે કે આ ઘટનાને અંજામ આપનાર આરોપી 20 થી 30 વર્ષનો પુરુષ છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગ સાત પુખ્ત વયના લોકો અને એક કિશોરને હોસ્પિટલમાં લઈ ગયા છે. જોકે, તેની ઈજાઓ કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હજી સુધી કોઈના મોતની જાણ થઈ નથી. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.વાવટોસાના મેયર ડેનિશ મેકબ્રાઇડ કહ્યું કે, ઘટનાની જાણ થતાં જ 75 પોલીસ અધિકારીઓને મેફેયર મોલમાં મોકલવામાં આવ્યા છે. પીડિતોમાંથી કોઈને પણ એવી ઇજાઓ પહોંચી ન હતી જે જીવલેણ હોઈ શકે. જો કે, અમે અમારા વતી બધી સાવચેતી રાખી રહ્યા છીએ. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રખાઈ છે . અત્યાધુનિક હથિયારોથી સજ્જ પોલીસ અધિકારીઓ મોલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.તપાસકર્તાઓ શંકાસ્પદની ઓળખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગોળીબાર કરનાર આરોપી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ છટકી ગયો હતો.
Categories