ભૂગોળની સ્થિતિ અને કુદરતની કરામત અવનવા પ્રયોગોનાં દૃશ્યો સર્જે છે. એક પ્રદેશની ઘટના દૂરના અન્ય પ્રદેશના લોકો માટે આશ્ચર્યજનક બને છે અને ક્યારેક હવામાનમાં ફેરફાર કે કુદરતી આફત જેવાં પરિબળોને કારણે અચાનક થતા ફેરફારો એ જ પ્રદેશના લોકો માટે આશ્ચર્યજનક બને છે. ધ્રુવ પ્રદેશ અને રણ પ્રદેશની અનેક જાણીતી અને અજાણી બાબતો સૌને માટે વિસ્મયનો વિષય છે. સામાન્ય રીતે દુનિયાના જુદા-જુદા ભાગોમાં ૨૪ કલાકના દિવસમાં સૂર્યોદયના ૧૨ કલાક પછી સૂર્યાસ્ત થાય છે, પરંતુ પૃથ્વીના છેડા પરના પ્રદેશોની સ્થિતિ જુદી હોય છે. દિવસો કે મહિનાઓ સુધી સવાર અને એવી જ રીતે રાત પડતી હોય છે. ઉત્તર ધ્રુવના અલાસ્કા પ્રદેશના ઉટક્વિયાન્ગ્વિકમાં તાજેતરમાં સૂર્યાસ્ત થયો. હવે ત્યાં જાન્યુઆરી મહિનામાં સૂર્યોદય થશે. અમેરિકામાં ઉત્તર દિશાના છેવાડાના અલાસ્કા-ઉટક્વિયાન્ગ્વિકમાં ગયા બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યે સૂર્યાસ્ત થઈ ગયો. હવે એ પ્રાંતમાં ૬૫ દિવસ સુધી સૂર્યોદય થવાનો નથી. જાન્યુઆરીમાં સૂર્યોદય થશે ત્યારે અમેરિકામાં ડેમોક્રૅટિક પાર્ટીના નેતા પ્રમુખપદે બિરાજમાન થઈ ચૂક્યા હશે.
Categories