જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતો જારી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની જવાનો સતત યુદ્ધવિરામનો ભંગ કરીને સૈન્ય ચોકીઓ અને નિવાસી વિસ્તારોમાં ગોળીબાર કરી રહ્યા છે. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં વ્યાપક ફફડાટ છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમા એક ભારતીય જવાન શહીદ થયો છે. રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે સ્થિતી વણસી ગઇ છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનો પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ સતત થઇ રહ્યા છે.
Categories