જમ્મુ કશ્મીરના નગરોટામાં ગુરૂવારે પરોઢિયે ટ્રકમાં છૂપાઇને જઇ રહેલા અને ઠાર થયેલા ચારેચાર આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સંપર્કમાં હતા એના જીવંત પુરાવા જેવી સામગ્રી આ આતંકવાદીઓ પાસેથી મલી હતી. સિક્યોરિટી દળોએ કબજે કરેલી આ સામગ્રીમાં ખાસ તો પાકિસ્તાનની માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ નામની કંપનીએ બનાવેલો ડિજિટલ મોબાઇલ રેડિયો હતો જેના દ્વારા આતંકવાદીઓ પોતાના આકાઓના પ્રત્યક્ષ સંપર્કમાં હતા. અત્રે એ યાદ કરવા જેવું છે કે 2008-09માં મુંબઇ મહાનગરમાં દરિયાઇ માર્ગે થયેલા આતંકવાદી હુમલા વખતે પણ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સીધા સંપર્કમાં રહ્યા હતા. રીઢા આતંકવાદી મસૂદ અઝહરનો ભાઇ એ લોકોને દિશાસૂચન કરી રહ્યો હતો.
Categories