ફ્રાન્સે ઈમરાન ખાનને મોટો ઝટકો આપ્યો છે. ખોરવાયેલા પડેલા ડિફેન્સ સાધનો માટે પાકિસ્તાને ફ્રાન્સની મદદ માગી હતી, પરંતુ ફ્રાન્સે મદદ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ઈમરાન ખાને મેક્રોનની ટીકા કરી હતી એટલે ફ્રાન્સે ઈમરાનને મદદ ન કરીને બદલો લીધો છે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને જ્યારે ફ્રાન્સમાં ફ્રીડમની વાત કરી ત્યારે ચાર્લી હેબ્દોના કાર્ટુન મુદ્દે ઈમરાન ખાને પણ મુસ્લિમ રાષ્ટ્રોનો પક્ષ લઈને ફ્રાન્સના પ્રમુખની ટીકા કરી હતી. મેગેઝીને મોહમ્મદ પયંગમ્બર સાહેબનું કાર્ટુન છાપીને વિવાદ સર્જાયો ત્યારે મેક્રોને ફ્રીડમના મુદ્દે તેનું સમર્થન કર્યું હતું.
Categories