બ્રિટનવાસીઓ દરરોજ ૬.૪૦ કરોડ બિનજરૂરી ઇ-મેલ્સ મોકલે છે અને એના લીધે થતાં વીજ વપરાશના કારણે દર વર્ષે બ્રિટનમાં ૨૩,૦૦૦ ટન કાર્બન વાતાવરણમાં ઠલવાય છે. અહીં કરવામાં આવેલા એક સંશોધન અનુસાર જો બ્રિટનવાસીઓ રોજ માત્ર એક બિનજરૂરી ઇ-મેલ મોકલવાનું બંધ કરે તો વર્ષે ૧૬,૦૦૦ ટન કાર્બન વાતાવરણમાં ઠલવાતા અટકી શકે છે. જે લંડનથી મેડ્રિડની ૮૧,૧૫૨ ફ્લાઇટ્સથી થતાં કાર્બન ઉત્સર્જનની બરોબર છે. બ્રિટિશ ઊર્જા કંપની ઓવીઓ એનર્જી દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૯ ટકા બ્રિટનવાસીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ રોજેરોજ બિનજરૂરી ઇ-મેલ્સ મોકલે છે. બ્રિટનવાસીઓ સાથી કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓને ‘આભાર’, ‘કોઈ વાંધો નહીં’, ‘ગુડ ઇવનિંગ’, ‘ચિયર્સ’ જેવા બિનજરૂરી ઇ-મેલ્સ મોકલાવે છે.
Categories