ઓસામા બિન લાદેનના ખાતમા બાદ અલ કાયદાની કમાન સંભાળનારા ચીફ અયમાન અલ જવાહિરીનું પણ મોત નિપજ્યું છે. અલ જવાહિરીને અસ્થમાની બિમારી હતી જેને પગલે તેણે અફઘાનિસ્તાનમાં અંતિમ શ્વાસ લીધા હતા.આતંકી જવાહિરીને અંતિમ દિવસોમાં અસ્થમાની સારવાર પણ નહોતી મળી શકી. છેલ્લે 2014માં તે ભારતમાં હુમલાની ધમકીઓ આપી ચુક્યો હતો. આ વર્ષે જ એક વીડિયો જાહેર થયો હતો, જેમાં 9/11 હુમલાની વર્ષગાંઠ નિમિત્તે આતંકી જવાહિરીએ આ વીડિયો સંદેશ મોકલ્યો હતો અને ફરી હુમલા કરવાની ધમકી આપી હતી. જોકે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે. જેને પગલે હવે અલ કાયદાના વડા તરીકે નવા આતંકીની પસંદગી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી અલ કાયદાની કમાન ઓસામા બિલ લાદેનના હાથમાં હતી, જોકે અમેરિકાના હુમલા દરમિયાન તેનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો જેથી બાદમાં જવાહિરીને તેનો વડો બનાવવામાં આવ્યો હતો. જવાહિરીના મોતનો દાવો અરબ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જવાહિરીનું ગત સપ્તાહે જ અફઘાનિસ્તાનના ગજનીમાં મોત નિપજ્યું હતું. જવાહિરીને અસ્થમા એટલે કે દમની બિમારી હતી જોકે અંતિમ દિવસોમાં પણ તેને સારવાર નહોતી મળી શકી જેને કારણે તેનું મોત નિપજ્યું છે.
Categories