ઈલેક્ટેડ પ્રેસિડેન્ટ જો બિડેને આગામી આયોજનો અંગે જણાવ્યું હતું. બિડેને આગોતરા આયોજન કરનારી હસ્તાંતર ટીમને કહ્યું હતું કે પહેલાં જ દિવસે અમેરિકા ડબલ્યુએચઓ સાથે જોડાશે. એટલું જ નહીં, ચીન સાથે પણ સંબંધો સુધારવાના સંકેતો આપ્યા હતા. ક્લાઈમેટ ચેન્જ કરાર પણ અમેરિકા ફરીથી કરશે. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બિડેને હસ્તાંતર ટીમને સંકેત આપ્યો હતો એ પ્રમાણે અમેરિકા-ચીન વચ્ચે ચાલતું ટ્રેડ વોર શાંત થાય એવી શક્યતા છે. બિડેને કહ્યું હતું કે ચીને નિયમોમાં રહેવું પડશે. જો ચીન નિયમોમાં રહેશે તો બંને દેશો વચ્ચે ઘર્ષણ ટાળી શકાશે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં અમેરિકા ફરી જોડાશે એવુ પણ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે ગત એપ્રિલ માસમાં સંબંધો કાપી નાખ્યા હતા.
Categories