વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો યથાવત જ છે, ત્યારે આ વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા 5.70 કરોડને પાર થઇ ગઈ છે, જયારે અત્યાર સુધીમાં 13 લાખ 77 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન દુનિયામાં સૌથી વધુ સંક્રમિત એવા અમેરિકામાં અત્યાર સુધીમાં 1.22 કરોડ કેસ નોંધાયા છે, જયારે 2.60 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ અમેરિકા અને ભારત બાદ સૌથી વધુ સંક્રમિત એવા બ્રાઝીલમાં 60.20 લાખ કોરોનાના કેસ નોંધાયા છે, જયારે 1.68 લાખથી વધુ લોકોના મોત થયા છે, તો બ્રિટનમાં 54,200 લોકોને, ઈટાલીમાં 48,500 લોકોને, મેક્સિકોમાં 1.08 લાખ લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.
Categories