અબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી દેશમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે ઊભરી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે. તેમની આ ઝડપ આગળ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે.બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડાદસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે.
Categories