અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે દિક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણી ખાસ હાજર રહ્યા હતા. આ દરમિયાન દિક્ષાંત સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ‘ દેશ ખૂબ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વપૂર્ણ છો, તમારા જીવનનો પણ આ મહત્ત્વપૂર્ણ તબક્કો છે, વિતેલા દાયકાના યુવાનોએ દેશની આઝાદી માટે જિંદગી ખરપાવી દીધી ત્યારે દેશને આઝાદી મળી. તમારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમારી જિંદગી જીવવાની છે. આ વિશ્વમાં સફળતાનો એક જ મંત્ર છે, જવાબદારી લેતા શિખો. જે વ્યક્તિ જીવનમાં ભારમાં જીવે છે, તે કાયમ ભાર તળે દબાયેલો રહે છે, જે જવાબદારી લે છે કામ કરે છે તે સફળ થાય છે. વડાપ્રધાન મોદીએ આ તબક્કે ગુજરાતના વીજળી ક્ષેત્રની સિદ્ધીના કાર્યને વિદ્યાર્થી સમક્ષ વર્ણવ્યું, તેમણે કહ્યું કે ‘હું 20 વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યો ત્યારે રાજ્યમાં 24 કલાક વીજળી નહોતી અપાતી..પરંતુ મેં જવાબદારી ઉપાડી અને 1000 દિવસનો કાર્યક્રમ બનાવ્યો, અમે સતત કામ કર્યુ અને ગુજરાતને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું.”
Categories