સારી તસવીરો ક્લિક કરવી, સારી સેલ્ફીલેવી અથવા કોઈ ફોટો ક્લિક કરે તો એમાં સૌથી સારા પોતે દેખાય એવું કોણ ના ઇચ્છે! કેટલીક વાર એવું પણ બને કે 50 ફોટો પાડ્યા હોય એમાંથી માંડ એક ફોટો સારો બને અને પણ પાછો એડિટ કરીને વધારે સારો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો. આજના સેલ્ફીના જમાનામાં અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર દેખાય તેવા આ ફોટોમય જગતમાં સારા દેખાવવા માટે ફિલ્ટર નો ઉપયોગ પણ એટલો જ કરવામાં આવે છે. ગૂગલ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક અધ્યયન અનુસાર સારી સેલ્ફી લેવા માટે અમેરિકા અને ભારતમાં ‘ફિલ્ટર’નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. રિસર્ચમાં ભાગ લેનારા લોકોમાં જર્મનીથી વિપરીત ભારતીય લોકોએ બાળકો પર ફિલ્ટરની અસરને લઇને વધારે ચિંતા વ્યક્ત કરી નહીં. આ સંશોધન મુજબ 70 ટકાથી વધુ તસવીરો ‘એન્ડ્રોઇડ’ ડિવાઇસમાં ‘ફ્રન્ટ કેમેરા’થી લેવામાં આવી છે.
Categories