Categories
અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત

મહાનગરોમાં કર્ફ્યુંને લઈ DyCM નીતિન પટેલે આપી માહિતી

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.

Categories
ગુજરાત દક્ષિણ ગુજરાત

નવસારી : નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ખેતેશ્વર ધાબા પાસે ફાયરીંગની ઘટના

નવસારી જિલ્લામાંથી પ્રસાર થતો  નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ખેતેશ્વર ધાબા પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધાબા પર કામ કરતાં વેટર સાથે અજાણ્યા લોકોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.કામ કરતાં વ્યક્તિ પાસે પાંચ થી સાત હજાર રૂપિયા લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કામ કરનાર વ્યક્તિ ઘાયલ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Categories
અમદાવાદ ગુજરાત

કરફ્યું દરમિયાન ઉમેદવારો અમદાવાદથી સીએની પરીક્ષા આપી શકશે

અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આપવામાં આવી છે.આઇસીએઆઈ અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે ઉમેર્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે.આઇસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020 થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19 રોગચાળાની અસરને સમજતાં, ICAI એ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021 થી મે 2021 ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે.

Categories
રાષ્ટ્રીય

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો 14 વર્ષોનો રેકોર્ડ

દેશમાં દિવાળીના તહેવારો પૂરા થવાની સાથે જ ઠંડીએ તેનું સામ્રાજ્ય જમાવવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું હતું. દિલ્હીમાં નવેમ્બરમાં ઠંડીએ 14 વર્ષનો વિક્રમ તોડયો તો હિમાચલમાં કોલ્ડવેવના કારણે તાપમાન શૂન્યથી નીચે જતાં રહેતાં લોકો ઠરી ગયા. રાજસ્થાનમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ વરસાદ પડયો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 14 વર્ષમાં નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દિલ્હીમાં નવેમ્બરમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 29મી નવેમ્બર 2006ના રોજ 7.3 ડિગ્રી નોંધાયું હતું તેમ હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યંહ હતું. દિલ્હી આ સિઝનની સૌપ્રથમ કોલ્ડ વેવની નજીક છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Categories
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાની વેક્સીનને લઈ મોદી સરકાર એકશનમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સીનને બનાવવા માટે અને તેને લઈને દરેક વ્યક્તિ સુધીને તેને પહોંચાડવાની ભારતની રણનીતિને લઈને કેન્દ્રીય થિંકટેંકનીતિ આયોગ  સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચુઅલ બેઠક યોજી હતી. આ અંગે જાણકારી આપતા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારતની રસીકરણ નીતિ અને કેવી રીતે આગળ વધવું તેની સમીક્ષા કરવા માટે અમારી બેઠક મળી હતી. બેઠકમાં વેક્સિન નિર્માણ, રેગ્યુલેટરી અપ્રૂવલ અને ખરીદીથી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. PMએ એક બીજા ટ્વીટમાં લખ્યું, બેઠકમાં રસીકરણ માટે જનસંખ્યા જૂથોની પ્રાથમિકતા, એચસીડબ્લ્યુ સુધી પહોંચવા, કોલ્ડ ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિન રોલ આઉટ માટે કયા ટેક્નિકલ પ્લેટફોર્મ્સની મદદ લઈ શકાય છે તેની ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વીટ્સ પરથી સમજી શકાય છે કે, સરકાર વહેલી તકે દેશવાસીઓને કોરોના વેક્સિન આપવા જઇ રહી છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.