Categories
આંતરરાષટ્રીય

PDPUના દિક્ષાંત સમારોહમાં PM મોદીએ આપી હાજરી

અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો આજે દિક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણી ખાસ હાજર રહ્યા હતા. આ દરમિયાન દિક્ષાંત સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ‘ દેશ ખૂબ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વપૂર્ણ છો, તમારા જીવનનો પણ આ મહત્ત્વપૂર્ણ તબક્કો છે, વિતેલા દાયકાના યુવાનોએ દેશની આઝાદી માટે જિંદગી ખરપાવી દીધી ત્યારે દેશને આઝાદી મળી. તમારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમારી જિંદગી જીવવાની છે. આ વિશ્વમાં સફળતાનો એક જ મંત્ર છે, જવાબદારી લેતા શિખો. જે વ્યક્તિ જીવનમાં ભારમાં જીવે છે, તે કાયમ ભાર તળે દબાયેલો રહે છે, જે જવાબદારી લે છે કામ કરે છે તે સફળ થાય છે. વડાપ્રધાન મોદીએ આ તબક્કે ગુજરાતના વીજળી ક્ષેત્રની સિદ્ધીના કાર્યને વિદ્યાર્થી સમક્ષ વર્ણવ્યું, તેમણે કહ્યું કે ‘હું 20 વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યો ત્યારે રાજ્યમાં 24 કલાક વીજળી નહોતી અપાતી..પરંતુ મેં જવાબદારી ઉપાડી અને 1000 દિવસનો કાર્યક્રમ બનાવ્યો, અમે સતત કામ કર્યુ અને ગુજરાતને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું.”

Categories
આંતરરાષટ્રીય

કાબુલમાં આતંકવાદી હુમલો,14 રોકેટ ફેંકાયાં

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં શનિવારે સવારે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ કાબુલમાં મરિયમ હાઇસ્કૂલ અને રહેઠાણ વિસ્તારમાં 14થી વધુ રૉકેટ હુમલો કર્યો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ ૫ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા સંખ્યાબંધ લોકોને ઇજા થઇ હતી. કાબુલના ડિસ્ટ્રીક્ટ ટેનમાં આવેલા દસ રહેવાસી મકાનો પર અને મરિયમ સ્કૂલ પર આ રૉકેટ છોડવામાં આવ્યા હતા. ચાહર કલા પાવર ટાવર, તાહેરી અલે, નેમત પ્લાઝા, સલામ યુનિવર્સિટી નજીકનો વિસ્તાર, ગોલસોર્ખ ક્રોસરોડ્સ અને ડિસ્ટ્રીક્ટ ફોરના સદરત ક્રોસરોડ્સ, પબ્લિક ગાર્ડન બ્રિજ અને નેશનલ આર્કાઇવ્સ પાસે સ્પીન જાર રોડ પર આ રૉકેટ છોડવામાં આવ્યા હતા.

Categories
આંતરરાષટ્રીય

અમેરિકાના વાવાટોસામાં મિલ્વૌકી નજીકના એક મોલ પર ગોળીબાર થયો

અમેરિકાના વિસ્કોન્સિનના વાવાટોસામાં મિલ્વૌકી નજીકના એક મોલ પર ગોળીબારમાં આઠ લોકો ઘાયલ થયા છે. હુમલો કરનાર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. વાવાટોસા પોલીસ વડા બેરી વેબરે જણાવ્યું હતું કે તપાસ કરનારા મેફેયર મોલ શૂટિંગમાં શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.  બેરીએ જણાવ્યું હતું કે પ્રારંભિક નિવેદનો દર્શાવે છે કે આ ઘટનાને અંજામ આપનાર આરોપી 20 થી 30 વર્ષનો પુરુષ છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગ સાત પુખ્ત વયના લોકો અને એક કિશોરને હોસ્પિટલમાં લઈ ગયા છે. જોકે, તેની ઈજાઓ કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હજી સુધી કોઈના મોતની જાણ થઈ નથી. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.વાવટોસાના મેયર ડેનિશ મેકબ્રાઇડ કહ્યું કે, ઘટનાની જાણ થતાં જ 75 પોલીસ અધિકારીઓને મેફેયર મોલમાં મોકલવામાં આવ્યા છે. પીડિતોમાંથી કોઈને પણ એવી ઇજાઓ પહોંચી ન હતી જે જીવલેણ હોઈ શકે. જો કે, અમે અમારા વતી બધી સાવચેતી રાખી રહ્યા છીએ. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રખાઈ છે . અત્યાધુનિક હથિયારોથી સજ્જ પોલીસ અધિકારીઓ મોલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.તપાસકર્તાઓ શંકાસ્પદની ઓળખ નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગોળીબાર કરનાર આરોપી પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ છટકી ગયો હતો.

Categories
આંતરરાષટ્રીય

આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનનો ભીષણ ગોળીબાર

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતો જારી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની જવાનો સતત યુદ્ધવિરામનો ભંગ કરીને સૈન્ય ચોકીઓ અને નિવાસી વિસ્તારોમાં ગોળીબાર કરી રહ્યા છે. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં વ્યાપક ફફડાટ છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમા એક ભારતીય જવાન શહીદ થયો છે. રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે સ્થિતી વણસી ગઇ છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય જવાનો પણ જડબાતોડ જવાબ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન  દ્વારા ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ સતત થઇ રહ્યા છે.

Categories
આંતરરાષટ્રીય

અલાસ્કામાં 2020નો છેલ્લો સૂર્યાસ્ત થઈ ગયો

ભૂગોળની સ્થિતિ અને કુદરતની કરામત અવનવા પ્રયોગોનાં દૃશ્યો સર્જે છે. એક પ્રદેશની ઘટના દૂરના અન્ય પ્રદેશના લોકો માટે આશ્ચર્યજનક બને છે અને ક્યારેક હવામાનમાં ફેરફાર કે કુદરતી આફત જેવાં પરિબળોને કારણે અચાનક થતા ફેરફારો એ જ પ્રદેશના લોકો માટે આશ્ચર્યજનક બને છે. ધ્રુવ પ્રદેશ અને રણ પ્રદેશની અનેક જાણીતી અને અજાણી બાબતો સૌને માટે વિસ્મયનો વિષય છે. સામાન્ય રીતે દુનિયાના જુદા-જુદા ભાગોમાં ૨૪ કલાકના દિવસમાં સૂર્યોદયના ૧૨ કલાક પછી સૂર્યાસ્ત થાય છે, પરંતુ પૃથ્વીના છેડા પરના પ્રદેશોની સ્થિતિ જુદી હોય છે. દિવસો કે મહિનાઓ સુધી સવાર અને એવી જ રીતે રાત પડતી હોય છે. ઉત્તર ધ્રુવના અલાસ્કા પ્રદેશના ઉટક્વિયાન્ગ્વિકમાં તાજેતરમાં સૂર્યાસ્ત થયો. હવે ત્યાં જાન્યુઆરી મહિનામાં સૂર્યોદય થશે. અમેરિકામાં ઉત્તર દિશાના છેવાડાના અલાસ્કા-ઉટક્વિયાન્ગ્વિકમાં ગયા બુધવારે બપોરે ૧.૩૦ વાગ્યે સૂર્યાસ્ત થઈ ગયો. હવે એ પ્રાંતમાં ૬૫ દિવસ સુધી સૂર્યોદય થવાનો નથી. જાન્યુઆરીમાં સૂર્યોદય થશે ત્યારે અમેરિકામાં ડેમોક્રૅટિક પાર્ટીના નેતા પ્રમુખપદે બિરાજમાન થઈ ચૂક્યા હશે.

Categories
આંતરરાષટ્રીય

વાઈટ હાઉસમાં ફરી ફેલાયો કોરોના

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ્ના મોટા દીકરા ડોનાલ્ડ ટ્રંપ જૂનિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેમના પ્રવક્તાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રંપ જૂનિયરમાં કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તે ક્વોરંટાઈન થયા છે. ડોનાલ્ડ ટ્રંપ જૂનિયરના પ્રવક્તાએ કહ્યું હતું કે 42 વર્ષીય ટ્રંપ જૂનિયરે સપ્તાહની શરુઆતમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, તેની પત્ની મેલાનિયા અને ટ્રંપ્ના નાના દીકરા બૈરોનને પણ કોરોના થયો હતો.  અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 1 કરોડ 20 લાખને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2000થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 1 લાખથી વધુ કેસ નોંધાયા છે.

Categories
આંતરરાષટ્રીય બિઝનેસ રાષ્ટ્રીય

સાડાદસ મહિનામાં અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. વધી

અબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી દેશમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે ઊભરી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે. તેમની આ ઝડપ આગળ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે.બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડાદસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે.

Categories
આંતરરાષટ્રીય રાષ્ટ્રીય

હોંગકોંગની સરકારે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ લગાવ્યો

Categories
આંતરરાષટ્રીય

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં અમેરિકા ફરી જોડાશે તેવી શક્યતા

ઈલેક્ટેડ પ્રેસિડેન્ટ જો બિડેને આગામી આયોજનો અંગે જણાવ્યું હતું. બિડેને આગોતરા આયોજન કરનારી હસ્તાંતર ટીમને કહ્યું હતું કે પહેલાં જ દિવસે અમેરિકા ડબલ્યુએચઓ સાથે જોડાશે. એટલું જ નહીં, ચીન સાથે પણ સંબંધો સુધારવાના સંકેતો આપ્યા હતા. ક્લાઈમેટ ચેન્જ કરાર પણ અમેરિકા ફરીથી કરશે. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બિડેને હસ્તાંતર ટીમને સંકેત આપ્યો હતો એ પ્રમાણે અમેરિકા-ચીન વચ્ચે ચાલતું ટ્રેડ વોર શાંત થાય એવી શક્યતા છે. બિડેને કહ્યું હતું કે ચીને નિયમોમાં રહેવું પડશે. જો ચીન નિયમોમાં રહેશે તો બંને દેશો વચ્ચે ઘર્ષણ ટાળી શકાશે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં અમેરિકા ફરી જોડાશે એવુ પણ તેમણે કહ્યું હતું. ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે ગત એપ્રિલ માસમાં સંબંધો કાપી નાખ્યા હતા.

Categories
આંતરરાષટ્રીય

નગરોટાના આતંકવાદી એમના હેન્ડલર્સના સંપર્કમાં હતા

જમ્મુ કશ્મીરના નગરોટામાં ગુરૂવારે પરોઢિયે ટ્રકમાં છૂપાઇને જઇ રહેલા અને ઠાર થયેલા ચારેચાર આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સંપર્કમાં હતા એના જીવંત પુરાવા જેવી સામગ્રી આ આતંકવાદીઓ પાસેથી મલી હતી.  સિક્યોરિટી દળોએ કબજે કરેલી આ સામગ્રીમાં ખાસ તો પાકિસ્તાનની માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ નામની કંપનીએ બનાવેલો ડિજિટલ મોબાઇલ રેડિયો હતો જેના દ્વારા આતંકવાદીઓ પોતાના આકાઓના પ્રત્યક્ષ સંપર્કમાં હતા. અત્રે એ યાદ કરવા જેવું છે કે 2008-09માં મુંબઇ મહાનગરમાં દરિયાઇ માર્ગે થયેલા આતંકવાદી હુમલા વખતે પણ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સીધા સંપર્કમાં રહ્યા હતા. રીઢા આતંકવાદી મસૂદ અઝહરનો ભાઇ એ લોકોને દિશાસૂચન કરી રહ્યો હતો.