Categories
બોલીવુડ રાષ્ટ્રીય

500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો

યુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદેશ હેરાન કરવાનો છે. જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું. જવાબમાં આગળ લખ્યું છે કે, ‘સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.’

Categories
બોલીવુડ

ભારતી સિંહના આવાસ પર દરોડા

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાના મુંબઇ સ્થિત ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા અંધેરી, લોખંડવાલા અને વર્સોવા ક્ષેત્ર સહિત ત્રણ જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તપાસ સંસ્થાએ આ  અંગેની માહિતી આપી છે. બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલ બાદથી વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડ્રગ્સ કેસને લઇને એનસીબીનો સકંજો મજબુત બની રહ્યો છે. પહેલા ડ્રગ્સ કેસના સંબંધમાં શુક્રવારના દિવસે અર્જુન રામપાલ એનસીબીની ઓફિસમાં પહોંચ્યા હતા. જેના સંબંધમાં કલાકો સુધી તેમની પુછપરછ કરવામાં આવી હતી. અનેક કલાકારો પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિપિકા, સારા અલી, શ્રદ્ધા કપુરની પણ આ મામલે પુછપરછ કરવામાં આવી ચુકી છે.

Categories
બોલીવુડ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી કોવિડ-19થી સંક્રમિત

લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી કોવિડ-19થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને પોતાના ફેન્સને આ અંગે જાણકારી આપી છે અને તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી છે. તેમણે ટ્વીટ કર્યુ કે, કોરોનાના લક્ષણો દેખાયા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો છે. જણાવી દઇએ કે તાજેતરમાં ઘણા ટીવી અને ફિલ્મ સેલેબ્રિટીઝ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન ઘણા જાણીતા સ્ટાર્સનું આ ઘાતક વાયરસના કારણે નિધન થયુ હતુ. અસિત મોદીએ ટ્વીટ કર્યું કે, કોવિડ-19ના કેટલાંક લક્ષણો દેખાયા બાદ મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઇસોલેટ થયો છુ. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને સાવધ રહેવા અને પ્રોટોકોલને ફૉલો કરવા હું વિનંતી કરુ છુ. આ ઉપરાંત તેમણે તેમના ચાહકોને તેમની ચિંતા ન કરવા અને તેમના માટે પ્રાર્થના કરવા પણ કહ્યુ છે. સાથે જ તેમણે કહ્યું કે તમારા આશિર્વાદથી હું જલ્દી સ્વસ્થ થઇ જઇશ.