Categories
બિઝનેસ રાષ્ટ્રીય

મોટા કોર્પોરેટ હાઉસ બેક સ્થાપિત કરી શકશે

ભારતમાં મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગતોને બેંક સ્થાપિત કરવા માટે મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી છે. આરબીઆઇની પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી છે.રિઝર્વ બેંકની આંતરિક સમિતીએ ખાનગી બેંકો માટે લાયસન્સ પોલીસીમાં ફેરફારો કરવા માટેની ભલામણ કરી છે. ભારતમાં બેંકો સ્થાપિત કરવા માટે મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગત ગૃહોને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે ચર્ચા વેપારી જગતમાં જોવા મળી રહી છે. મોટા કોર્પોરેટ હાઉસને મંજુરી આપવા માટે ભલામણ કરવામાં આવ્યા બાદ બેકિંગ રેગ્યુલેશન એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવશે. આરબીઆઇ કમિટીએ કહ્યુ છે કે 15 વર્ષ બાદ પ્રમોટરોને 15 ટકાના બદલે 26 ટકા મર્યાદા રાખવાની મંજુરી આપવી જોઇએ.

Categories
આંતરરાષટ્રીય બિઝનેસ રાષ્ટ્રીય

સાડાદસ મહિનામાં અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. વધી

અબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી દેશમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે ઊભરી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે. તેમની આ ઝડપ આગળ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે.બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડાદસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે.