Categories
બોલીવુડ રાષ્ટ્રીય

500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો

યુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદેશ હેરાન કરવાનો છે. જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું. જવાબમાં આગળ લખ્યું છે કે, ‘સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.’

Categories
પોલીટીકસ રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી તમિળનાડુની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચેન્નાઈ પહોંચ્યા છે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. માનવામાં આવે છે કે ભૂતપૂર્વ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) સાંસદ કે પી રામલિંગમ શનિવારે અમિત શાહને મળશે અને ભારતીય જનતા પાર્ટીના સભ્યપદમાં જોડાશે. અગાઉ કેપી રામલિંગમ તમિલનાડુમાં પાર્ટીના કાર્ય પ્રભારી સીટી રવિને મળ્યા હતા. આ વર્ષે માર્ચમાં, પાર્ટીએ ડીએમકેના પૂર્વ સાંસદ વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરી હતી અને કોરોના રોગચાળા અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સ્ટાલિનના પ્રસ્તાવથી જુદા હોવાને કારણે તેમનું પ્રાથમિક સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કેપી રામલિંગમને અગાઉ 2014 માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એમ કે અલાગીરીને સમર્થન આપ્યું હતું. રામલિંગમ અગાઉ 1996 માં ડીએમકે પાર્ટીમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2010 માં, તેમને ડીએમકે દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા. ડીએમકેમાં જોડાતા પહેલા તે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્રા કળગમમાં હતા અને 1980 અને 1984 ની વચ્ચે ધારાસભ્ય પણ હતાં. કેપી રામલિંગમને અગાઉ 2014 માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એમ કે અલાગીરીને સમર્થન આપ્યું હતું. રામલિંગમ અગાઉ 1996 માં ડીએમકે પાર્ટીમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2010 માં, તેમને ડીએમકે દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા. ડીએમકેમાં જોડાતા પહેલા તે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્રા કળગમમાં હતા અને 1980 અને 1984 ની વચ્ચે ધારાસભ્ય પણ હતાં. અમિત શાહની મુલાકાત પહેલા સીટી રવિએ વિરોધી પક્ષોને ચેતવણી આપી છે કે શાહના આગમન પછી રાજ્યનું ભાગ્ય બદલાઇ રહ્યું છે. તેઓ અહીં આવશે અને વિરોધનો નાશ કરશે. વિપક્ષી પાર્ટીઓના લોકો અહીંથી ભાગશે.
Categories
બિઝનેસ રાષ્ટ્રીય

મોટા કોર્પોરેટ હાઉસ બેક સ્થાપિત કરી શકશે

ભારતમાં મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગતોને બેંક સ્થાપિત કરવા માટે મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી છે. આરબીઆઇની પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી છે.રિઝર્વ બેંકની આંતરિક સમિતીએ ખાનગી બેંકો માટે લાયસન્સ પોલીસીમાં ફેરફારો કરવા માટેની ભલામણ કરી છે. ભારતમાં બેંકો સ્થાપિત કરવા માટે મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગત ગૃહોને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે ચર્ચા વેપારી જગતમાં જોવા મળી રહી છે. મોટા કોર્પોરેટ હાઉસને મંજુરી આપવા માટે ભલામણ કરવામાં આવ્યા બાદ બેકિંગ રેગ્યુલેશન એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવશે. આરબીઆઇ કમિટીએ કહ્યુ છે કે 15 વર્ષ બાદ પ્રમોટરોને 15 ટકાના બદલે 26 ટકા મર્યાદા રાખવાની મંજુરી આપવી જોઇએ.

Categories
આંતરરાષટ્રીય બિઝનેસ રાષ્ટ્રીય

સાડાદસ મહિનામાં અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. વધી

અબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી દેશમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે ઊભરી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે. તેમની આ ઝડપ આગળ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે.બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડાદસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે.

Categories
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના પાંચ શહેરોમાં પણ રાત્રિ કફર્યુ લગાવાયો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે રાજયમાં હવે બીજીવખત લોકડાઉન લાગુ નહીં થાય. પણ, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકારે ૫ શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને કેટલાંક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં શનિવારે એટલે કે તારીખ ૨૧ નવેમ્બરથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રાજયમાં ધોરણ ૮ સુધીની શાળાને ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશા શહેરોમાં વધુ છે. આ જિલ્લાઓમાં તારીખ ૨૧ નવેમ્બરથી આગામી આદેશ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ દરમિયાન દુકાનો અને વ્યાવસાયિક સ્થળો બંધ રહેશે. ઈમરજન્સીની સ્થિતિમાં સામાન્ય નાગરિકને આ દરમિયાન અવર-જવર માટેની પરવાનગી મળશે.

Categories
રાષ્ટ્રીય

ગળાફાંસો ખાધેલા ૩ કોહવાઈ ગયેલા મૃતદેહ મળતા ખળભળાટ

શાહપુર તાલુકાના ખર્ડી ખાતે એક ઝાડ સાથે સાડીથી ગળાફાંસો ખાધેલા ૩ કોહવાઈ ગયેલા મૃતદેહ જોવા મળતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ખર્ડી નજીકના ચાંદા ગામના મામા-ભાણેજ અને શાહપુરનો એક પરિણીત યુવાન છ દિવસથી રહસ્યમય રીતે ગાયબ હતા. તેમની મિસિંગની ફરિયાદ પોલીસમાં નોંધાયેલી હતી ત્યારે જંગલમાં ઝાડ સાથે ત્રણેયના મૃતદેહ મળી આવતાં તેમણે આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.  જંગલમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં ત્રણ મૃતદેહ જોવા મળ્યા હોવાની માહિતી મળ્યા બાદ શાહપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને નીચે ઉતારીને તેમણે પહેરેલાં કપડાં અને તેમની પાસેથી મળેલા પુરાવાને આધારે આ મૃતદેહ ૩૫ વર્ષના નીતિન બેરે, ૩૦ વર્ષના મહેન્દ્ર દુબેલે અને ૨૨ વર્ષના મુકેશ ધાવતના હોવાનું જણાયું હતું.

Categories
આંતરરાષટ્રીય રાષ્ટ્રીય

હોંગકોંગની સરકારે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ લગાવ્યો

Categories
રાષ્ટ્રીય

દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો યથાવત

દિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 6,608 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં 118 દર્દીના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 8,159 થઈ ગઇ છે.દિલ્હીમાં આ સમયે 40,936 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિત થયેલા દર્દીઓની સરખામણીએ સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે છે. આ દરમિયાન 8,775 દર્દીઓ સાજા થયા છે અને આ રેકોર્ડેડ છે. આ પહેલા 20 જૂનના એક દિવસમાં સૌથી વધુ 7,725 દર્દીઓ સાજા થયા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં 62,425 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6,608 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દિલ્હીમાં 5,17,238 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 5,17,238 લોકોમાંથી 4,68,143 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે 40,936 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 118 વધુ લોકોના મોત થયા છે સાથે જ કુલ મૃતકની સંખ્યા 8,159 થઈ ગઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 118 દર્દીના મોત થયા અને એક દિવસમાં મોતનો બીજો સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 8,775 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે દર્દી સાજા થયા છે

Categories
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલા માટેની તૈયારીમાં

પાકિસ્તાનના ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, આતંકીઓના એક મોટા કાવતરાનો પર્દાફાશ કરાયો હતો. જોકે હવે એવા અહેવાલો છે કે PoKમાં લોંચપેડ પર મોટી સંખ્યામાં આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે. જેને પગલે સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આતંકીઓ ડીડીસી અને પંચાયતની પેટા ચૂંટણી પહેલા કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. ગુપ્ત રિપોર્ટમાં આ ખુલાસો થયા બાદ એલઓસી પર મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરી દેવામાં આવ્યું હતું. કઠુઆ, સામ્બા, આરએસ પુરા, અરનિયા અને અબ્દુલિયા સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ચહલ પહલ જોવા મળી હતી. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓના ખાતમાની ઘટના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટોચના સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આતંકીઓ મુંબઇ હુમલાની તારીખને ધ્યાનમાં રાખી કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા.

Categories
રાષ્ટ્રીય

લદ્દાખથી અરુણાચલ સુધી ચીની સેનાનો જમાવડો

લદ્દાખમાં એલએસી પર ભારત સાથેના સરહદી વિવાદની આડમાં ચીને એલએસી પરના મધ્ય, સિક્કિમ અને પૂર્વ સેક્ટરોમાં મોટાપાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ હાથ ધર્યું છે. ચીની સેના આ સેક્ટરોમાં સરફેસ ટુ એર મિસાઇલ સાઇટને મજબૂત બનાવી રહી છે, ડ્રોનની સંખ્યામાં વધારો કરી રહી છે અને તિબેટમાં આવેલા એરબેઝને વધુ આધુનિક બનાવી રહી છે. પૂર્વ લદ્દાખમાં એલએસી ખાતે બેઇજિંગની લશ્કરી પ્રવૃત્તિઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરીને ચીની સેના એલએસી પરના અન્ય વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. ચીની સેના દ્વારા સમગ્ર એલએસી પર થઇ રહેલા જમાવડા પર ભારતના લશ્કરી કમાન્ડરો ચિંતિત છે. હિમાચલપ્રદેશના કૌરિક પાસથી અરુણાચલપ્રદેશના ફિશટેઇલ વન અને ટુ સુધી ચીની સેના એલએસી પર લશ્કરી સુવિધાઓમાં વધારો કરી રહી છે. નામ નહીં આપવાની શરતે ભારતના મિલિટરી કમાન્ડરોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અમારા ધ્યાન પર આવ્યું છે કે ચીની સેના હિમાચલપ્રદેશમાં એલએસીના સેન્ટ્રલ સેક્ટરમાં કૌરિક પાસ નજીકના ચુરુપ ગામ ખાતે સડકનું નિર્માણ કરી રહી છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં એલએસીથી ફક્ત ૪ કિલોમીટરના અંતરે ઉત્તરાખંડમાં બરાહોતી પ્લેઇન્સની ઉત્તરે તુનજુમ લાની આસપાસ ચીની સેનાએ નવા કન્ટેનર હાઉસિંગ મોડયુલ તૈયાર કર્યાં છે.