ગુજરાતમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ સંબંધિત વિભાગો જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે વધુ 5 દુકાનો કલોલ શહેર વિસ્તારમાં સીલ કરવામાં આવી હતી..કુલ 7 દુકાનો સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવી છે. કલોલ શહેર વિસ્તારમાં કલોલ નગરપાલિકા ટીમ,ચીફ ઓફીસર મનોજ સોલંકી, મામલતદાર ડી આર પટેલ, મામલતદાર એમ એમ પટેલ, ટીડીઓ મૌલિક દોન્ગા, શહેર પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 7 દુકાનો સોશિયલ distance ના અભાવે સીલ કરી દેવામાં આવી હતી. 15000 રૂપિયાનો માસ્ક વિનાના ઇસમોને દંડ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ઓશિયા મોલ ડી માર્ટ એમડી મસાલા jmd મસાલા બેંક ઓફ બરોડા વગેરેમાંથી તપાસ કરી માસ્ક ન પહેરવા બદલ ઇસમો સામે દંડ કરવામાં આવ્યો હતો.
Category: ગુજરાત
દિવાળી બાદ ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થયો છે, ત્યારે કેન્દ્રની એક ટીમ શનિવારે ગુજરાત આવી પહોંચી હતી અને કેન્દ્રીય ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. ત્યારબાદ ડો.સુજીત કુમાર સહિત અન્ય સભ્યોની SVP હોસ્પિટલ ની મૂલાકાત પૂર્ણ કરી રિવરફ્રન્ટ હાઉસ પર પહોંચ્યા હતા અને રિવરફ્રન્ટ હાઉસ ખાતે ACS ડો.રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સાથે કોરોના અંગે ની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત 104 સેવા, ધન્વંતરિ રથ સેવા, વડીલ સુખાકારી સેવા,કોરોના દર્દી માટેની સેવાની વિવિધા યોજનાઓ અંગે કામગીરી ની પણ સમીક્ષા કરવામાં આવી છે. મહત્વનું છે કે, હાલમાં SVP હોસ્પિટલ માં 700 જેટલા કોવિડ દર્દી સારવાર લઈ રહયા છે..તેમાંથી 138 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે, છે તો બીજી બાજુ SVP હોસ્પિટલનો અંદાજે 3 હજાર જેટલો નર્સિંગ સ્ટાફ ધન્વંતરિ રથ માં જોડાયેલો હોવાથી સ્ટાફ અપૂરતો હોવાની માહિતી સામે આવીછે આ ઉપરાંત 1500 બેડ ની SVP હોસ્પિટલમાં વધુ કોવિડ દર્દી ને દાખલ કરવા માટે બેડ ખાલી હોવાછતાં નર્સિંગ સ્ટાફ ની અછતના કારણે વધુ દર્દી ને લાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે SVP હોસ્પિટલ માં નવા દર્દી ડિસ્ચાર્જ થાય તો જ નવા દર્દીને સારવાર આપી શકાય તેવી સ્થિતિ.
આનંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ માટે લોકડાઉન અમલી કરવામાં આવતા બજારો બંધ રહ્યા છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા બજારો બંધ રાખવા સુચના આપવામાં આવી છે. નગરપાલીકાના જાહેરનામાને પગલે ઓડ ગામ સંપુર્ણ બંધ રહેતા રસ્તા સુમસામ રહ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધતા રાજ્યમાં મોટા શહેરોમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. જે રાત્રી ગાળામાં અમલી રહેશે.
કોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરતમાં ભાજપના નેતા અને પૂર્વ આઇટી આધિકારી પીવીએસ સરમાની શનિવારે ધરપકડ કરાઇ છે, ત્યારબાદ હવે તેમને કોર્ટમાં રજૂ કરાશે. શહેરના જ્વેલર્સ સામે કરચોરીનો આરોપ મૂક્યા બાદ સરમા વિવાદોમાં સપડાયા હતા. તે પછી તેમના ઠેકાણે દરોડા પડાયા હતા. આ દરોડામાં જેમાં બેનામી સંપત્તિ મળી આવી હતી. જો કે સરમાની ધરપકડ કરાય તે પહેલાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમને હોસ્પિૉટલ ખસેડાયા હતા. ત્યારબાદ હવે જ્યાંથી આજે તેમની વિધિવત ધરપકડ કરાઇ હતી. આ દરમિયાન સુરત ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ સર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને પગલે આઇટીએ પી.વી.એસ. સરમા ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો.
ગુજરાત કોંગ્રેસ વર્કિંગ કમિટિના ચેરમેન હાર્દિક પટેલે શનિવારે અજમેર ખાતે સૂફી સંત ખ્વાજા મોઇનુઉદ્દીન ચિસ્તી – ગરીબ નવાઝની દરગાહ પર હાજરી આપી ચાદર પેશ કરી હતી.હાર્દિક પટેલે રાજસ્થાન વકફ બોર્ડના ચેરમેન ખાનું ખાન અને અન્ય લોકો સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી હતી. શનિવારે વહેલી સવારે 10.30 વાગ્યે હાર્દિક પટેલ અજમેર દરગાહ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનો ખાદીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક અરજમેર દરગાહ પરિસરમાં એક કલાક જેટલો સમય રોકાયા હતા.અજમેર શરીફ દરગાહના ખાદીમ સૈયદ સુહેલ અહેમદ નિયાઝીએ કે જે દરગાહમાં હાર્દિક પટેલની સાથે હાજર રહ્યા તેમણે ગુજરાત એક્સક્લૂઝિવ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલે દેશ અને ગુજરાતના તમામ નાગરિકોની સલામતી અને ખાસ કરીને કોરોનામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલે મન્નતનો ધાગો પણ બાંધ્યો હતો. અજમેર શરીફ દરગાહની હાર્દિક પટેલે બીજીવાર મુલાકાત કરી છે. આ પહેલા વર્ષ 2018માં પણ હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહમાં હાજરી આપી હતી. ચાલુ નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર વચ્ચે 17 દિવસ ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે.
નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સમરોલી ગામેથી પસાર થતા અંભેઠા ગામ સુધીના રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. વહેલી તકે આ ખાડાને ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રાત્રી ગાળાં મોટી દુર્ઘટનાનો ખતરો વધારે છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ઉદાસીનતા દેખાઇ રહી છે. લોકોનુ કહેવુ છે કે અહીંથી પસાર થતી વેળા કોઇ પણ સમય મોટી દુર્ઘટના થઇ શકે છે. તંત્ર દ્વારા જલ્દી રસ્તાનું સમારકામ હાથ ધરવા અને ખાડા ટેકરાને પુરી દેવાની લોકો માંગ કરી રહ્યા છે
સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જારી છે. અમદાવાદમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યા 2867 સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 470 એક્ટિવ કેસ રહેલા છે. અમદાવાદના જુદા જુદા ભાગોમાં એક્ટિવ કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. વિવિધ ઝોનની વાત કરવામાં આવે તો મધ્ય ઝોનમાં 295, પશ્ચિમ ઝોનમાં 470, ઉત્તર ઝોનમાં 378, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 463, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 446 અને પૂર્વ ઝોનમાં 406 એક્ટિવ કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં હજુ સુધી કુલ કેસની સંખ્યા 43288 નોંદાઇ છે. કુલ મોતનો આંકડો અમદાવાદમાં 1903 સુધી પહોંચી ગયો છે.
દિવાળી બાદ ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે, ગુજરાતમાં કોરોનાની વકરી રહી રહેલી પરિસ્થિતિને કેન્દ્રએ ગંભીરતાથી લીધી છે. જેના પગલે કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. કેન્દ્રીય ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. મહત્વનું છે કે, કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર (NCDC) ડૉ. એસ.કે સિંઘના વડપણ હેઠળ ટીમ ગુજરાતમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવી પહોંચી છે. SVP હોસ્પિટલની ચકાસણી બાદ ડૉ. સુજીત કુમારે મીડિયાને બ્રીફ કરતાં જણાવ્યું હતું કે, અધિકારીઓ સાથે બેઠક કરીશું અને બે દિવસ સુધી ગુજરાતમાં રહીશું. હજુ અમે વડોદરા અને અન્ય જિલ્લામાં સ્થિતિની પણ મુલાકાત લઇશું..આ ઉપરાંત ડો સુજીત કુમારે કહ્યું, કોરોનાના ફેલાવા માટે તંત્રને દોષ ન આપી શકાય, દિવાળીમાં થયેલી લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે. તહેવારો દરમ્યાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર જીલ્લાના માલવાણ ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે શનિવાર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇકો કારમાં આગ લાગી જતા અંદર બેઠેલા તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. કાર એટલી હદે બળી ગઇ છે કે, તેમાં કેટલા સ્ત્રી અને પુરુષ હતા તે પણ ઓળખી શકાતું નથી. આ અંગે મળતી પ્રાથમિક મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના વારાહી તાલુકાના કોયડા ગામનો પરિવાર ચોટીલા મંદિરે દર્શને ગયા હતા. પરતા ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં 6 લોકો ઇકો કારમાં જીવતા ભૂંજાયા હતા. આ મૃતકોમાં બે બાળકો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે