Categories
અમદાવાદ ગુજરાત

રાજ્યમાં કોરોના સંકટને લઈ કેન્દ્રની 3 ડૉક્ટરની ટીમ અમદાવાદમાં

દિવાળી બાદ ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થયો છે, ત્યારે કેન્દ્રની એક ટીમ શનિવારે ગુજરાત આવી પહોંચી હતી અને કેન્દ્રીય ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. ત્યારબાદ ડો.સુજીત કુમાર  સહિત અન્ય સભ્યોની SVP હોસ્પિટલ ની મૂલાકાત પૂર્ણ કરી રિવરફ્રન્ટ હાઉસ પર પહોંચ્યા હતા અને રિવરફ્રન્ટ હાઉસ ખાતે ACS ડો.રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ  કમિશનર મુકેશકુમાર  સાથે કોરોના અંગે ની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત 104 સેવા, ધન્વંતરિ રથ સેવા, વડીલ સુખાકારી સેવા,કોરોના દર્દી માટેની સેવાની વિવિધા યોજનાઓ અંગે કામગીરી ની પણ સમીક્ષા કરવામાં આવી છે. મહત્વનું છે કે, હાલમાં SVP હોસ્પિટલ માં 700 જેટલા કોવિડ દર્દી સારવાર લઈ રહયા છે..તેમાંથી 138 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે, છે તો બીજી બાજુ SVP હોસ્પિટલનો અંદાજે 3 હજાર જેટલો નર્સિંગ સ્ટાફ ધન્વંતરિ રથ માં જોડાયેલો હોવાથી સ્ટાફ અપૂરતો હોવાની માહિતી સામે આવીછે આ ઉપરાંત 1500 બેડ ની SVP હોસ્પિટલમાં વધુ કોવિડ દર્દી ને દાખલ કરવા માટે બેડ ખાલી હોવાછતાં નર્સિંગ સ્ટાફ ની અછતના કારણે વધુ દર્દી ને લાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે SVP હોસ્પિટલ માં નવા દર્દી ડિસ્ચાર્જ થાય તો જ નવા દર્દીને સારવાર આપી શકાય તેવી સ્થિતિ.

Categories
અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં હજુ કોરોનાના 2867 એક્ટિવ કેસ રહ્યા

સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જારી છે. અમદાવાદમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યા 2867 સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 470 એક્ટિવ કેસ રહેલા છે. અમદાવાદના જુદા જુદા ભાગોમાં એક્ટિવ કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. વિવિધ ઝોનની વાત કરવામાં આવે તો મધ્ય ઝોનમાં 295, પશ્ચિમ ઝોનમાં 470, ઉત્તર ઝોનમાં 378, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 463, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 446 અને પૂર્વ ઝોનમાં 406 એક્ટિવ કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં હજુ સુધી કુલ કેસની સંખ્યા 43288 નોંદાઇ છે. કુલ મોતનો આંકડો અમદાવાદમાં 1903 સુધી પહોંચી ગયો છે.

Categories
અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક સર્જાયો આકસ્માત

અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક આવેલ ગાર્ડન સફારી હોટલ સામે સવારના પાંચ વાગ્યાના સુમારે ભાવનગર થી આવતી લકઝરી બસ નંદાસણ નજીક હાઈવે પર ઉભી હતી. ત્યારે પાછળ થી આવતી લકઝરી બસ નાં ડ્રાઈવર ગફલત ભરી રીતે જોરદાર ટક્કર મારતાં જાહીદભાઈ શેખનું મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Categories
અમદાવાદ ગુજરાત

કર્ફ્યુ વચ્ચે અમદાવાદમાં રસ્તા ફરી સુમસામ

અમદાવાદમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે ફરી એકવાર કર્ફ્યુ અમલી કરવામાં આવતા તમામ રસ્તાઓ સુમસામ બની ગયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર માત્ર પોલીસ જવાનો જ નજરે પડ્યા હતા. અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતે 9 વાગ્યાથી જ કફર્યુંનો અમલ શરુ થઈ ગયો. સંચારબંધી વચ્ચે શહેરના તમામ રસ્તાઓ સુમસામ દેખાયા હતા. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ  કફર્યુંનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે લોકોને પોત પોતાના ઘરમાં રહેવા માટે રાતથી જ અપીલ કરવા લાગી ગઇ હતી. શહેરના તમામ રસ્તાઓ આજથી બે દિવસ સુધી સુમસામ જોવા મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ અમદાવાદ સહિત સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રિ કફર્યુંની જાહેરાત પણ કરી હતી. અમદાવાદ શહેરના હમેંશા ભરચ રહેતા તમામ વિસ્તારો સુમસામ રહ્યા હતા. લાલ દરવાજા, કાલુપુર, નહેરુનગર, આશ્રમનગર સહિતના વિસ્તારો સુમસામ રહ્યા હતા.

Categories
અમદાવાદ ગુજરાત

કરફ્યૂ લાગતા કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ

અમદાવાદમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં વાહનોના પૈડા થંભી ગયા છે. જેને લઇને મુસાફરોનો સૌથી મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અટવાયા હતા. જોકે, મુસાફરો માટે AMTS બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલવે મુસાફરો માટે ખાસ એએમટીએસની (AMTS)વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા મુસાફરોને બસ અંગે જાણ ન થતાં તેઓ અટવાયેલા છે. આ સ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા.

Categories
અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં કર્ફ્યુંની જાહેરાતથી લોકો બજારોમાં ઉમટ્યા

અમદાવાદમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, જેથી આ સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, ત્યારે સરકારની અચાનક કરફ્યૂની જાહેરાતથી લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બજાર તરફ દોડ મૂકી હતી.. આ દરમિયાન જમાલપુર શાકમાર્કેટમાં લોકોની ભારે ભીડ ભેગી થઇ ગઇ હતી જેને કારણે અંધાધુધીનો માહોલ સર્જાયો હતો. એવામાં બટાકા, ડુંગળી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણના નામે કેટલાક માર્કેટમાં લુંટ ચલાવવામાં આવી હતી, જ્યાં બટાકા, ડુંગળીના ભાવ આસામને પહોંચતા કિલોના ભાવ ૧૦૦ રૂપિયા સુધી બોલાયા હતા અને ફરીથી લોકડાઉન લાગવાના ભયે લોકો મોઘા પાયે પણ જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે મજબુર બન્યા હતા.

Categories
અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ

દિવાળીના તહેવારો પત્યાની સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસે ફૂફાંડો માર્યો છે અને શહેરમાં કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ પહોંચી ગયું છે. આ કારણે સ્થિતિ એવી બની ગઈ છે કે, અમદાવાદમાં કોરોનાના દર્દીઓથી શહેરની તમામ હોસ્પિટલ ફૂલ થઇ ગઈ છે. એવામાં હવે વિશ્વસનીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓને હવે છેક કરમસદ મેડીકલ કોલેજમાં મોકલવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓને SVP કે સંપાદિત હોસ્પિટલમાં દાખલ કરવાના વિવાદને ઠારવા અને વિવિધ ભલામણથી સર્જાતી સ્થિતિને ઠારવા માટે AMC દ્વારા કોરોનાના દર્દીને SVPમાં લાવવાને બદલે ક્યાં દાખલ કરવો તેની જવાબદારી ૧૦૮ ના કમાન્ડ કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના ડોકટરોની ટીમ છોડી દીધી છે, જેને લઈને વધુ એક વિવાદ ઉભો થયો છે. ત્યારે હવે સવાલો ઉભા થાય છે કે, કોરોના કાળમાં દર્દીઓને પોતાના શહેરમાં યોગ્ય સારવાર મળશે કે નહીં.

Categories
અમદાવાદ ગુજરાત

અમદાવાદ શહેરમાં સંપૂર્ણ કર્ફ્યૂનો અમલ શરૂ

દિવાળી પહેલાની ખરીદી અને રજાઓના દિવસો દરમિયાન ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થતા અમદાવાદમાં શુક્રવારે રાતના નવ વાગ્યાથી સોમવારે સવારે 6 કલાક સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો છે.., ત્યારે આ કર્ફ્યુંના કારણે અમદાવાદ શહેરમાં વહેલી સવારે રસ્તાઓ સૂમસામ બન્યા છે. આ સાથે ગીતામંદિર બસપોર્ટ પણ સૂમસામ બન્યો છે. અમદાવાદ આવતી જતી 2700 બસનો પૈડા થમી ગયા છે. સોમવાર સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ આવતી જતી બસ બંધ થઇ ગઇ છે. તો બીજી  બાજુ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનથી શહેરનાં અલગ અલગ વિસ્તારમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અન્ય શહેર અને ગામડામાં જવા માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાને કારણે મુસાફરો અટવાયા છે. આ ઉપરાંત કાલુપુરથી બસોમાં બેસાડતા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવી નથી રહ્યું. એકબાજુ સંક્રમણ રોકવા માટે કરફ્યૂ લગાવવામાં આવ્યું છે તો બીજી બાજુ લોકોનાં ટોળેટોળા જ દેખાઇ રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ માટે કોઇ જ વ્યવસ્થા ગોઠવવામાં આવીહોય તેવું લાગતુ નથી.

Categories
અમદાવાદ ગુજરાત

અમદાવાદ પોલીસ મથકોમાં હવે PI ને 15 કલાકની ડ્યુટી કરવાનો આદેશ

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથક માં પીઆઇ એ જનતા ના પ્રશ્નો સાંભળવા અને નાગરિકો ની સેવા માટે સતત 15 કલાક હાજર રહેવા ફરમાન કર્યું છે પરિણામે હવે અમદાવાદ ના ટોટલ 67 પોલીસ સ્ટેશનના પીઆઈએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહી અરજદારોને સાંભળવા પડશે અને અત્યાર સુધી પેટ્રોલિંગ, તપાસ, મીટિંગના અલગ અલગ કારણો બતાવી પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર મળતા નહીં હોવાથી અરજદારો ની ફરિયાદો નો નિકાલ નહિ થતા અરજદારોને પોલીસ કમિશનરને મળવા જવું પડતું હતું. જોકે અરજદારો તેમ જ શહેરીજનોની સમસ્યાઓને પોલીસ સ્ટેશનેથી જ નિકાલ થઇ જાય તે માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીઆઈઓને 15 કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કર્યો છે. એસીપી અને ડીસીપીએ મહિનામાં 2 વખત દરેક પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે એસીપી અને ડીસીપીને તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં મહિનામાં 2 વખત સરપ્રાઈઝ ચેકિંગ કરવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. એસીપી અને ડીસીપીની આ વિઝિટની નોંધ તેમની વીકલી ડાયરીમાં પણ કરવામાં આવશે. જોકે જે પીઆઈ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તેમની સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે.રોજ 50 અરજદાર કમિશનરને રજૂઆત કરવા આવે છે

Categories
અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.