Categories
અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત

મહાનગરોમાં કર્ફ્યુંને લઈ DyCM નીતિન પટેલે આપી માહિતી

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.

Categories
અમદાવાદ ગુજરાત

કરફ્યું દરમિયાન ઉમેદવારો અમદાવાદથી સીએની પરીક્ષા આપી શકશે

અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આપવામાં આવી છે.આઇસીએઆઈ અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે ઉમેર્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે.આઇસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020 થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19 રોગચાળાની અસરને સમજતાં, ICAI એ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021 થી મે 2021 ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે.