Categories
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

કલોલમાં કોરોના નિયમો ન પાડતા લોકો સામે તંત્રની લાલ આંખ

ગુજરાતમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ સંબંધિત વિભાગો જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે વધુ 5 દુકાનો કલોલ શહેર વિસ્તારમાં સીલ કરવામાં આવી હતી..કુલ 7 દુકાનો સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવી છે.  કલોલ શહેર વિસ્તારમાં કલોલ નગરપાલિકા ટીમ,ચીફ ઓફીસર મનોજ સોલંકી, મામલતદાર ડી આર પટેલ, મામલતદાર એમ એમ પટેલ, ટીડીઓ મૌલિક દોન્ગા, શહેર પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.  કુલ 7 દુકાનો સોશિયલ distance ના અભાવે સીલ કરી દેવામાં આવી હતી. 15000 રૂપિયાનો માસ્ક વિનાના  ઇસમોને દંડ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ઓશિયા મોલ  ડી માર્ટ  એમડી મસાલા  jmd મસાલા બેંક ઓફ બરોડા વગેરેમાંથી તપાસ કરી માસ્ક ન પહેરવા બદલ ઇસમો સામે દંડ કરવામાં આવ્યો હતો.

Categories
ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ : ઉમરેઠના ઓડ નગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન

આનંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ માટે લોકડાઉન અમલી કરવામાં આવતા બજારો બંધ રહ્યા છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા બજારો બંધ રાખવા સુચના આપવામાં આવી છે. નગરપાલીકાના જાહેરનામાને પગલે ઓડ ગામ સંપુર્ણ બંધ રહેતા રસ્તા સુમસામ રહ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધતા રાજ્યમાં મોટા શહેરોમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. જે રાત્રી ગાળામાં અમલી રહેશે.

Categories
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

હવે જૂનાગઢમાં લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું

કોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Categories
અમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક સર્જાયો આકસ્માત

અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક આવેલ ગાર્ડન સફારી હોટલ સામે સવારના પાંચ વાગ્યાના સુમારે ભાવનગર થી આવતી લકઝરી બસ નંદાસણ નજીક હાઈવે પર ઉભી હતી. ત્યારે પાછળ થી આવતી લકઝરી બસ નાં ડ્રાઈવર ગફલત ભરી રીતે જોરદાર ટક્કર મારતાં જાહીદભાઈ શેખનું મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Categories
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

રાજ્યમાં ઠંડીનો ચમકારો

શિયાળો પોતોના પગદંડો જમાવી ચૂક્યો છે અને માટે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હોવાનું નોંધવામાં આવે છે. જો કે, અમદાવાદમાં લઘુત્તમ 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરામાં 18.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને રાજકોટમાં લઘુત્તમ 13.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. શિયાળો છે માટે ઠંડી તો વધશે જ પણ જો વાત કરવામાં આવે દેશની રાજધાની દિલ્હીની તો, દિલ્હીમાં તો નવેમ્બર માસમાં જ ડિસેમ્બર માસ જેવી ઠંડી નોંધવામાં આવી રહી છે.

Categories
અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Categories
અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત

મહાનગરોમાં કર્ફ્યુંને લઈ DyCM નીતિન પટેલે આપી માહિતી

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.