ગુજરાતમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ સંબંધિત વિભાગો જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે વધુ 5 દુકાનો કલોલ શહેર વિસ્તારમાં સીલ કરવામાં આવી હતી..કુલ 7 દુકાનો સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવી છે. કલોલ શહેર વિસ્તારમાં કલોલ નગરપાલિકા ટીમ,ચીફ ઓફીસર મનોજ સોલંકી, મામલતદાર ડી આર પટેલ, મામલતદાર એમ એમ પટેલ, ટીડીઓ મૌલિક દોન્ગા, શહેર પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 7 દુકાનો સોશિયલ distance ના અભાવે સીલ કરી દેવામાં આવી હતી. 15000 રૂપિયાનો માસ્ક વિનાના ઇસમોને દંડ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ઓશિયા મોલ ડી માર્ટ એમડી મસાલા jmd મસાલા બેંક ઓફ બરોડા વગેરેમાંથી તપાસ કરી માસ્ક ન પહેરવા બદલ ઇસમો સામે દંડ કરવામાં આવ્યો હતો.
Category: ઉત્તર ગુજરાત
કોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જીલ્લાના માલવાણ ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે શનિવાર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇકો કારમાં આગ લાગી જતા અંદર બેઠેલા તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. કાર એટલી હદે બળી ગઇ છે કે, તેમાં કેટલા સ્ત્રી અને પુરુષ હતા તે પણ ઓળખી શકાતું નથી. આ અંગે મળતી પ્રાથમિક મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના વારાહી તાલુકાના કોયડા ગામનો પરિવાર ચોટીલા મંદિરે દર્શને ગયા હતા. પરતા ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં 6 લોકો ઇકો કારમાં જીવતા ભૂંજાયા હતા. આ મૃતકોમાં બે બાળકો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે
જૂનાગઢના ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપવેને શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબત આવી હતી. ભારે પવન ફૂંકાતાં આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તોપણ વાંધો ન આવે એવા સ્ટ્રકચરના દાવાનો ફિયાસ્કો થયો છે. આ અંગે મળતી વિગત મુજબ, ઉષા બ્રેકો કંપની દ્વારા બનાવાયેલા ગિરનાર ટેમ્પલ રોપવેને 24 ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલી ઉદઘાટન સાથે ખુલ્લો મૂક્યો હતો.દરમિયાન રોપવેની ટિકિટના ઊંચા ભાવને લઇને લોકોમાં ભારે રોષ છે. આ મામલે અનેક સંસ્થાઓ દ્વારા લડાઇ પણ ચલાવાઇ છે અને હજુ આગામી દિવસોમાં લડતને વધુ તેજ બનાવાશે. આમ, એક વિવાદ ઊભો છે ત્યાં બીજી ક્ષતિ સામે આવી છે. રોપવે દ્વારા અગાઉ એવા દાવો કરાયો હતો કે, રોપ-વેનું સ્ટ્રકચર એ રીતે તૈયાર કરાયું છે કે, 180 કિમીની ઝડપે પવન ફૂંકાય તો પણ વાંધો નહી આવે.બીજી તરફ ગુરૂવારની રાત્રીના 11 વાગ્યાથી જ ગિરનાર પર્વત પર 45 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. પરિણામે રોપવેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ રોપ- વેને બંધ કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 9:30 વાગ્યા બાદ પવનની ઝડપ ઘટતા પ્રથમ સ્લો સ્પીડમાં અને બાદમાં નોર્મલ સ્પીડમાં રોપ- વે શરૂ કરવામાં આવ્યો છે.
શિયાળો પોતોના પગદંડો જમાવી ચૂક્યો છે અને માટે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હોવાનું નોંધવામાં આવે છે. જો કે, અમદાવાદમાં લઘુત્તમ 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરામાં 18.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને રાજકોટમાં લઘુત્તમ 13.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. શિયાળો છે માટે ઠંડી તો વધશે જ પણ જો વાત કરવામાં આવે દેશની રાજધાની દિલ્હીની તો, દિલ્હીમાં તો નવેમ્બર માસમાં જ ડિસેમ્બર માસ જેવી ઠંડી નોંધવામાં આવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.