લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી કોવિડ-19થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને પોતાના ફેન્સને આ અંગે જાણકારી આપી છે અને તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી છે. તેમણે ટ્વીટ કર્યુ કે, કોરોનાના લક્ષણો દેખાયા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો છે. જણાવી દઇએ કે તાજેતરમાં ઘણા ટીવી અને ફિલ્મ સેલેબ્રિટીઝ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન ઘણા જાણીતા સ્ટાર્સનું આ ઘાતક વાયરસના કારણે નિધન થયુ હતુ. અસિત મોદીએ ટ્વીટ કર્યું કે, કોવિડ-19ના કેટલાંક લક્ષણો દેખાયા બાદ મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઇસોલેટ થયો છુ. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને સાવધ રહેવા અને પ્રોટોકોલને ફૉલો કરવા હું વિનંતી કરુ છુ. આ ઉપરાંત તેમણે તેમના ચાહકોને તેમની ચિંતા ન કરવા અને તેમના માટે પ્રાર્થના કરવા પણ કહ્યુ છે. સાથે જ તેમણે કહ્યું કે તમારા આશિર્વાદથી હું જલ્દી સ્વસ્થ થઇ જઇશ.
Categories