નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાના મુંબઇ સ્થિત ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા અંધેરી, લોખંડવાલા અને વર્સોવા ક્ષેત્ર સહિત ત્રણ જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તપાસ સંસ્થાએ આ અંગેની માહિતી આપી છે. બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલ બાદથી વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડ્રગ્સ કેસને લઇને એનસીબીનો સકંજો મજબુત બની રહ્યો છે. પહેલા ડ્રગ્સ કેસના સંબંધમાં શુક્રવારના દિવસે અર્જુન રામપાલ એનસીબીની ઓફિસમાં પહોંચ્યા હતા. જેના સંબંધમાં કલાકો સુધી તેમની પુછપરછ કરવામાં આવી હતી. અનેક કલાકારો પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિપિકા, સારા અલી, શ્રદ્ધા કપુરની પણ આ મામલે પુછપરછ કરવામાં આવી ચુકી છે.
Categories