શાહપુર તાલુકાના ખર્ડી ખાતે એક ઝાડ સાથે સાડીથી ગળાફાંસો ખાધેલા ૩ કોહવાઈ ગયેલા મૃતદેહ જોવા મળતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ખર્ડી નજીકના ચાંદા ગામના મામા-ભાણેજ અને શાહપુરનો એક પરિણીત યુવાન છ દિવસથી રહસ્યમય રીતે ગાયબ હતા. તેમની મિસિંગની ફરિયાદ પોલીસમાં નોંધાયેલી હતી ત્યારે જંગલમાં ઝાડ સાથે ત્રણેયના મૃતદેહ મળી આવતાં તેમણે આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જંગલમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં ત્રણ મૃતદેહ જોવા મળ્યા હોવાની માહિતી મળ્યા બાદ શાહપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને નીચે ઉતારીને તેમણે પહેરેલાં કપડાં અને તેમની પાસેથી મળેલા પુરાવાને આધારે આ મૃતદેહ ૩૫ વર્ષના નીતિન બેરે, ૩૦ વર્ષના મહેન્દ્ર દુબેલે અને ૨૨ વર્ષના મુકેશ ધાવતના હોવાનું જણાયું હતું.
Categories