Categories
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલા માટેની તૈયારીમાં

પાકિસ્તાનના ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, આતંકીઓના એક મોટા કાવતરાનો પર્દાફાશ કરાયો હતો. જોકે હવે એવા અહેવાલો છે કે PoKમાં લોંચપેડ પર મોટી સંખ્યામાં આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે. જેને પગલે સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આતંકીઓ ડીડીસી અને પંચાયતની પેટા ચૂંટણી પહેલા કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. ગુપ્ત રિપોર્ટમાં આ ખુલાસો થયા બાદ એલઓસી પર મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરી દેવામાં આવ્યું હતું. કઠુઆ, સામ્બા, આરએસ પુરા, અરનિયા અને અબ્દુલિયા સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ચહલ પહલ જોવા મળી હતી. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓના ખાતમાની ઘટના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટોચના સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આતંકીઓ મુંબઇ હુમલાની તારીખને ધ્યાનમાં રાખી કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *