દેશમાં દિવાળીના તહેવારો પૂરા થવાની સાથે જ ઠંડીએ તેનું સામ્રાજ્ય જમાવવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું હતું. દિલ્હીમાં નવેમ્બરમાં ઠંડીએ 14 વર્ષનો વિક્રમ તોડયો તો હિમાચલમાં કોલ્ડવેવના કારણે તાપમાન શૂન્યથી નીચે જતાં રહેતાં લોકો ઠરી ગયા. રાજસ્થાનમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ વરસાદ પડયો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 14 વર્ષમાં નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દિલ્હીમાં નવેમ્બરમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 29મી નવેમ્બર 2006ના રોજ 7.3 ડિગ્રી નોંધાયું હતું તેમ હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યંહ હતું. દિલ્હી આ સિઝનની સૌપ્રથમ કોલ્ડ વેવની નજીક છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
Categories