આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ લગભગ બે મહિના પછી પેટ્રોલમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો વધારો કર્યો છે.દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 81.06થી વધીને રૂ. 81.23 થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. 70.46થી વધીને પ્રતિ લીટર રૂ. 70.68 થયો છે તેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કહ્યું હતું. દેશમાં 22મી સપ્ટેમ્બર પછી પેટ્રોલના ભાવમાં પહેલી વખત વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં બીજી ઑક્ટોબર પછી આજ સુધી કોઈ ફેરફાર થયો નહોતો. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયૂટે તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ 13મી નવેમ્બરે પૂરા થતા સપ્તાહમાં ત્યાં ક્રૂડ ઓઈલની 4.174 મિલિયન બેરલ ઈન્વેન્ટ્રી હતી.
Categories