Categories
રાષ્ટ્રીય

ભારતમાં કોરોનાની વેક્સીનને લઈ મોદી સરકાર એકશનમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની વેક્સીનને બનાવવા માટે અને તેને લઈને દરેક વ્યક્તિ સુધીને તેને પહોંચાડવાની ભારતની રણનીતિને લઈને કેન્દ્રીય થિંકટેંકનીતિ આયોગ  સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચુઅલ બેઠક યોજી હતી. આ અંગે જાણકારી આપતા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ભારતની રસીકરણ નીતિ અને કેવી રીતે આગળ વધવું તેની સમીક્ષા કરવા માટે અમારી બેઠક મળી હતી. બેઠકમાં વેક્સિન નિર્માણ, રેગ્યુલેટરી અપ્રૂવલ અને ખરીદીથી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. PMએ એક બીજા ટ્વીટમાં લખ્યું, બેઠકમાં રસીકરણ માટે જનસંખ્યા જૂથોની પ્રાથમિકતા, એચસીડબ્લ્યુ સુધી પહોંચવા, કોલ્ડ ચેઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિન રોલ આઉટ માટે કયા ટેક્નિકલ પ્લેટફોર્મ્સની મદદ લઈ શકાય છે તેની ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વીટ્સ પરથી સમજી શકાય છે કે, સરકાર વહેલી તકે દેશવાસીઓને કોરોના વેક્સિન આપવા જઇ રહી છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *