Categories
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના પાંચ શહેરોમાં પણ રાત્રિ કફર્યુ લગાવાયો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે રાજયમાં હવે બીજીવખત લોકડાઉન લાગુ નહીં થાય. પણ, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકારે ૫ શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને કેટલાંક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં શનિવારે એટલે કે તારીખ ૨૧ નવેમ્બરથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રાજયમાં ધોરણ ૮ સુધીની શાળાને ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશા શહેરોમાં વધુ છે. આ જિલ્લાઓમાં તારીખ ૨૧ નવેમ્બરથી આગામી આદેશ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ દરમિયાન દુકાનો અને વ્યાવસાયિક સ્થળો બંધ રહેશે. ઈમરજન્સીની સ્થિતિમાં સામાન્ય નાગરિકને આ દરમિયાન અવર-જવર માટેની પરવાનગી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *