સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જારી છે. અમદાવાદમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યા 2867 સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 470 એક્ટિવ કેસ રહેલા છે. અમદાવાદના જુદા જુદા ભાગોમાં એક્ટિવ કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. વિવિધ ઝોનની વાત કરવામાં આવે તો મધ્ય ઝોનમાં 295, પશ્ચિમ ઝોનમાં 470, ઉત્તર ઝોનમાં 378, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 463, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 446 અને પૂર્વ ઝોનમાં 406 એક્ટિવ કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં હજુ સુધી કુલ કેસની સંખ્યા 43288 નોંદાઇ છે. કુલ મોતનો આંકડો અમદાવાદમાં 1903 સુધી પહોંચી ગયો છે.