અમદાવાદમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે ફરી એકવાર કર્ફ્યુ અમલી કરવામાં આવતા તમામ રસ્તાઓ સુમસામ બની ગયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર માત્ર પોલીસ જવાનો જ નજરે પડ્યા હતા. અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતે 9 વાગ્યાથી જ કફર્યુંનો અમલ શરુ થઈ ગયો. સંચારબંધી વચ્ચે શહેરના તમામ રસ્તાઓ સુમસામ દેખાયા હતા. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ કફર્યુંનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે લોકોને પોત પોતાના ઘરમાં રહેવા માટે રાતથી જ અપીલ કરવા લાગી ગઇ હતી. શહેરના તમામ રસ્તાઓ આજથી બે દિવસ સુધી સુમસામ જોવા મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ અમદાવાદ સહિત સુરત,વડોદરા અને રાજકોટમાં રાત્રિ કફર્યુંની જાહેરાત પણ કરી હતી. અમદાવાદ શહેરના હમેંશા ભરચ રહેતા તમામ વિસ્તારો સુમસામ રહ્યા હતા. લાલ દરવાજા, કાલુપુર, નહેરુનગર, આશ્રમનગર સહિતના વિસ્તારો સુમસામ રહ્યા હતા.