Categories
ગુજરાત

દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસોનો ફાટ્યો રાફડો

દિવાળી બાદ ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે, ગુજરાતમાં કોરોનાની વકરી રહી રહેલી પરિસ્થિતિને કેન્દ્રએ ગંભીરતાથી લીધી છે. જેના પગલે કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. કેન્દ્રીય ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી.  મહત્વનું છે કે, કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર (NCDC) ડૉ. એસ.કે સિંઘના વડપણ હેઠળ ટીમ ગુજરાતમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવી પહોંચી છે. SVP હોસ્પિટલની ચકાસણી બાદ ડૉ. સુજીત કુમારે મીડિયાને બ્રીફ કરતાં જણાવ્યું હતું કે, અધિકારીઓ સાથે બેઠક કરીશું અને બે દિવસ સુધી ગુજરાતમાં રહીશું. હજુ અમે વડોદરા અને અન્ય જિલ્લામાં સ્થિતિની પણ મુલાકાત લઇશું..આ ઉપરાંત ડો સુજીત કુમારે કહ્યું, કોરોનાના ફેલાવા માટે તંત્રને દોષ ન આપી શકાય, દિવાળીમાં થયેલી લોકોની ભીડને કારણે કોરોના વકર્યો છે. તહેવારો દરમ્યાન લોકોની બેદરકારીને કારણે આ પરિણામ આવ્યું છે. વધતા જતાં સંક્રમણ માટે તંત્ર નહીં પરંતુ લોકો જવાબદાર છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *