નવસારી જિલ્લામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ખેતેશ્વર ધાબા પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધાબા પર કામ કરતાં વેટર સાથે અજાણ્યા લોકોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.કામ કરતાં વ્યક્તિ પાસે પાંચ થી સાત હજાર રૂપિયા લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કામ કરનાર વ્યક્તિ ઘાયલ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
Categories