નવસારી જિલ્લાના બીલીમોરાના દેસરા ખાતે આવેલું જલારામ બાપાના મંદિરનું ભૂમિપૂજન તારીખ – 12 /8/1981 ના રોજ પૂ. ડોંગરેજી મહારાજના શુભ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે તારીખ – 21 મીના રોજ જલારામ બાપાના મંદિરમાં 221 મી જલારામ જ્યંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જય જલારામ બાપાની જન્મ જ્યંતી નિમિતે મંદિરમાં રક્ત દાન પણ કરવામાં આવ્યું હતું.મંદિરમાં દર્શન માટે આવતા જલારામ ભગતો માટે દર્શન પહેલા સેનેટાઇજેશન કરી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી મંદિરમાં દર્શન કરવા માટે આવવાની ખાસ સૂચના આપી હતી. જય જલારામ બાપાના 221 મી જન્મ જયંતી પ્રસંગે 56 ભોગની મીઠાઈ ચઠાવવામાં આવી હતી. જ્યારે જલારામ ભક્તોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Categories