અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
Categories