Categories
ગુજરાત

રાજ્યમાં અધવચ્ચેથી અભ્યાસ છોડનારા માટે રાહતના સમાચાર

દેશભરમાં કોરોના વાયરસે મોટા પાયે કહેર મચાવ્યો છે અને આ જીવલેણ વાયરસના કારણે છેલ્લા ૮ મહિનાથી સ્કૂલો અને કોલેજો તો બંધ જ છે, ત્યારે આ વચ્ચે કોલેજોમાં કે યુનિવર્સીટીમાં એક,બે વર્ષ કે અધવચ્ચેથી પોતાનો અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં છે, એવામાં રાજ્યની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી દ્વારા એક ખાસ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામના ભાગરૂપે વિદ્યાર્થીઓના જુના કોર્સની ક્રેડીટ ગણીને આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે.  આ માટે બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી દ્વારા દેશની અન્ય યુનિવર્સીટીઓ સાથે ઇલેકટીવ સબ્જેક્ટ માટે MOU કરવામાં આવ્યા છે, ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી દ્વારા શરુ કરાયેલી આ વ્યવસ્થા હજારો વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *