દિવાળી બાદ ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થયો છે, ત્યારે કેન્દ્રની એક ટીમ શનિવારે ગુજરાત આવી પહોંચી હતી અને કેન્દ્રીય ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. ત્યારબાદ ડો.સુજીત કુમાર સહિત અન્ય સભ્યોની SVP હોસ્પિટલ ની મૂલાકાત પૂર્ણ કરી રિવરફ્રન્ટ હાઉસ પર પહોંચ્યા હતા અને રિવરફ્રન્ટ હાઉસ ખાતે ACS ડો.રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સાથે કોરોના અંગે ની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત 104 સેવા, ધન્વંતરિ રથ સેવા, વડીલ સુખાકારી સેવા,કોરોના દર્દી માટેની સેવાની વિવિધા યોજનાઓ અંગે કામગીરી ની પણ સમીક્ષા કરવામાં આવી છે. મહત્વનું છે કે, હાલમાં SVP હોસ્પિટલ માં 700 જેટલા કોવિડ દર્દી સારવાર લઈ રહયા છે..તેમાંથી 138 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે, છે તો બીજી બાજુ SVP હોસ્પિટલનો અંદાજે 3 હજાર જેટલો નર્સિંગ સ્ટાફ ધન્વંતરિ રથ માં જોડાયેલો હોવાથી સ્ટાફ અપૂરતો હોવાની માહિતી સામે આવીછે આ ઉપરાંત 1500 બેડ ની SVP હોસ્પિટલમાં વધુ કોવિડ દર્દી ને દાખલ કરવા માટે બેડ ખાલી હોવાછતાં નર્સિંગ સ્ટાફ ની અછતના કારણે વધુ દર્દી ને લાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે SVP હોસ્પિટલ માં નવા દર્દી ડિસ્ચાર્જ થાય તો જ નવા દર્દીને સારવાર આપી શકાય તેવી સ્થિતિ.