અમદાવાદમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, જેથી આ સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા 57 કલાકનો કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, ત્યારે સરકારની અચાનક કરફ્યૂની જાહેરાતથી લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બજાર તરફ દોડ મૂકી હતી.. આ દરમિયાન જમાલપુર શાકમાર્કેટમાં લોકોની ભારે ભીડ ભેગી થઇ ગઇ હતી જેને કારણે અંધાધુધીનો માહોલ સર્જાયો હતો. એવામાં બટાકા, ડુંગળી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણના નામે કેટલાક માર્કેટમાં લુંટ ચલાવવામાં આવી હતી, જ્યાં બટાકા, ડુંગળીના ભાવ આસામને પહોંચતા કિલોના ભાવ ૧૦૦ રૂપિયા સુધી બોલાયા હતા અને ફરીથી લોકડાઉન લાગવાના ભયે લોકો મોઘા પાયે પણ જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે મજબુર બન્યા હતા.