દિવાળી પહેલાની ખરીદી અને રજાઓના દિવસો દરમિયાન ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થતા અમદાવાદમાં શુક્રવારે રાતના નવ વાગ્યાથી સોમવારે સવારે 6 કલાક સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો છે.., ત્યારે આ કર્ફ્યુંના કારણે અમદાવાદ શહેરમાં વહેલી સવારે રસ્તાઓ સૂમસામ બન્યા છે. આ સાથે ગીતામંદિર બસપોર્ટ પણ સૂમસામ બન્યો છે. અમદાવાદ આવતી જતી 2700 બસનો પૈડા થમી ગયા છે. સોમવાર સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ આવતી જતી બસ બંધ થઇ ગઇ છે. તો બીજી બાજુ કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશનથી શહેરનાં અલગ અલગ વિસ્તારમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અન્ય શહેર અને ગામડામાં જવા માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાને કારણે મુસાફરો અટવાયા છે. આ ઉપરાંત કાલુપુરથી બસોમાં બેસાડતા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવી નથી રહ્યું. એકબાજુ સંક્રમણ રોકવા માટે કરફ્યૂ લગાવવામાં આવ્યું છે તો બીજી બાજુ લોકોનાં ટોળેટોળા જ દેખાઇ રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ માટે કોઇ જ વ્યવસ્થા ગોઠવવામાં આવીહોય તેવું લાગતુ નથી.