Categories
સ્પોર્ટ્સ

મારા પિતાનું સપનું હતું કે, હું ટીમ ઈન્ડિયાની સેવા કરું : સિરાજ

ટીમ ઈન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ માત્ર 53 વર્ષના હતા, તેઓ ફેફસાના રોગથી પીડિત હતા. સિરાજના પિતાએ હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સ્પોર્ટ્સ સ્ટારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ મોહમ્મદ સિરાજને આ સમાચાર ત્યારે મળ્યા જ્યારે તે પ્રેક્ટિસથી હોટલ પરત ફરી રહ્યો હતો. સિરાજ હાલમાં 15 દિવસના ક્વોરન્ટાઇનમાં ઑસ્ટ્રેલિયા છે અને આ કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજના પિતા એક ઓટો ડ્રાઇવર હતા, પરંતુ તેમ છતાં તેમણે તેમના પુત્રને કંઈપણ કમી પડવા દીધી નહીં. પિતાના અવસાન પછી ગમગીન સિરાજે કહ્યું કે, તે તેમનું સપનું પૂર્ણ કરશે. તેના પિતાનું સપનું હતું કે સિરાજ ટીમ ઈન્ડિયાની સેવા કરે.

Categories
આંતરરાષટ્રીય

બ્રિટનવાસીઓ દરરોજ ૬.૪૦ કરોડ બિનજરૂરી ઇ-મેલ્સ મોકલે છે

બ્રિટનવાસીઓ દરરોજ ૬.૪૦ કરોડ બિનજરૂરી ઇ-મેલ્સ મોકલે છે અને એના લીધે થતાં વીજ વપરાશના કારણે દર વર્ષે બ્રિટનમાં ૨૩,૦૦૦ ટન કાર્બન વાતાવરણમાં ઠલવાય છે. અહીં કરવામાં આવેલા એક સંશોધન અનુસાર જો બ્રિટનવાસીઓ રોજ માત્ર એક બિનજરૂરી ઇ-મેલ મોકલવાનું બંધ કરે તો વર્ષે ૧૬,૦૦૦ ટન કાર્બન વાતાવરણમાં ઠલવાતા અટકી શકે છે. જે લંડનથી મેડ્રિડની ૮૧,૧૫૨ ફ્લાઇટ્સથી થતાં કાર્બન ઉત્સર્જનની બરોબર છે. બ્રિટિશ ઊર્જા કંપની ઓવીઓ એનર્જી દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૯ ટકા બ્રિટનવાસીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ રોજેરોજ બિનજરૂરી ઇ-મેલ્સ મોકલે છે. બ્રિટનવાસીઓ સાથી કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓને ‘આભાર’, ‘કોઈ વાંધો નહીં’, ‘ગુડ ઇવનિંગ’, ‘ચિયર્સ’ જેવા બિનજરૂરી ઇ-મેલ્સ મોકલાવે છે.

Categories
આંતરરાષટ્રીય

લાદેન બાદ અલ-કાયદાના વડા અલ-જવાહિરીનું મોત

ઓસામા બિન લાદેનના ખાતમા બાદ અલ કાયદાની કમાન સંભાળનારા ચીફ અયમાન અલ જવાહિરીનું પણ મોત નિપજ્યું છે. અલ જવાહિરીને અસ્થમાની બિમારી હતી જેને પગલે તેણે અફઘાનિસ્તાનમાં અંતિમ શ્વાસ લીધા હતા.આતંકી જવાહિરીને અંતિમ દિવસોમાં અસ્થમાની સારવાર પણ નહોતી મળી શકી. છેલ્લે 2014માં તે ભારતમાં હુમલાની ધમકીઓ આપી ચુક્યો હતો. આ વર્ષે જ એક વીડિયો જાહેર થયો હતો, જેમાં 9/11 હુમલાની વર્ષગાંઠ નિમિત્તે આતંકી જવાહિરીએ આ વીડિયો સંદેશ મોકલ્યો હતો અને ફરી હુમલા કરવાની ધમકી આપી હતી. જોકે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે. જેને પગલે હવે અલ કાયદાના વડા તરીકે નવા આતંકીની પસંદગી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી અલ કાયદાની કમાન ઓસામા બિલ લાદેનના હાથમાં હતી, જોકે અમેરિકાના હુમલા દરમિયાન તેનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો જેથી બાદમાં જવાહિરીને તેનો વડો બનાવવામાં આવ્યો હતો. જવાહિરીના મોતનો દાવો અરબ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જવાહિરીનું ગત સપ્તાહે જ અફઘાનિસ્તાનના ગજનીમાં મોત નિપજ્યું હતું. જવાહિરીને અસ્થમા એટલે કે દમની બિમારી હતી જોકે અંતિમ દિવસોમાં પણ તેને સારવાર નહોતી મળી શકી જેને કારણે તેનું મોત નિપજ્યું છે.

Categories
આંતરરાષટ્રીય

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો આતંક યથાવત

વિશ્વભરમાં કોરોના વાયરસનો ખતરો યથાવત જ છે, ત્યારે આ વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા 5.70 કરોડને પાર થઇ ગઈ છે, જયારે અત્યાર સુધીમાં 13 લાખ 77 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન દુનિયામાં સૌથી વધુ સંક્રમિત એવા અમેરિકામાં અત્યાર સુધીમાં 1.22  કરોડ કેસ નોંધાયા છે, જયારે 2.60 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ અમેરિકા અને ભારત બાદ સૌથી વધુ સંક્રમિત એવા બ્રાઝીલમાં 60.20 લાખ કોરોનાના કેસ નોંધાયા છે, જયારે 1.68 લાખથી વધુ લોકોના મોત થયા છે, તો બ્રિટનમાં 54,200 લોકોને, ઈટાલીમાં 48,500 લોકોને, મેક્સિકોમાં 1.08 લાખ લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.   

Categories
રાષ્ટ્રીય

લદ્દાખથી અરુણાચલ સુધી ચીની સેનાનો જમાવડો

લદ્દાખમાં એલએસી પર ભારત સાથેના સરહદી વિવાદની આડમાં ચીને એલએસી પરના મધ્ય, સિક્કિમ અને પૂર્વ સેક્ટરોમાં મોટાપાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ હાથ ધર્યું છે. ચીની સેના આ સેક્ટરોમાં સરફેસ ટુ એર મિસાઇલ સાઇટને મજબૂત બનાવી રહી છે, ડ્રોનની સંખ્યામાં વધારો કરી રહી છે અને તિબેટમાં આવેલા એરબેઝને વધુ આધુનિક બનાવી રહી છે. પૂર્વ લદ્દાખમાં એલએસી ખાતે બેઇજિંગની લશ્કરી પ્રવૃત્તિઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરીને ચીની સેના એલએસી પરના અન્ય વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. ચીની સેના દ્વારા સમગ્ર એલએસી પર થઇ રહેલા જમાવડા પર ભારતના લશ્કરી કમાન્ડરો ચિંતિત છે. હિમાચલપ્રદેશના કૌરિક પાસથી અરુણાચલપ્રદેશના ફિશટેઇલ વન અને ટુ સુધી ચીની સેના એલએસી પર લશ્કરી સુવિધાઓમાં વધારો કરી રહી છે. નામ નહીં આપવાની શરતે ભારતના મિલિટરી કમાન્ડરોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અમારા ધ્યાન પર આવ્યું છે કે ચીની સેના હિમાચલપ્રદેશમાં એલએસીના સેન્ટ્રલ સેક્ટરમાં કૌરિક પાસ નજીકના ચુરુપ ગામ ખાતે સડકનું નિર્માણ કરી રહી છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં એલએસીથી ફક્ત ૪ કિલોમીટરના અંતરે ઉત્તરાખંડમાં બરાહોતી પ્લેઇન્સની ઉત્તરે તુનજુમ લાની આસપાસ ચીની સેનાએ નવા કન્ટેનર હાઉસિંગ મોડયુલ તૈયાર કર્યાં છે.

Categories
અમદાવાદ ગુજરાત

અમદાવાદ પોલીસ મથકોમાં હવે PI ને 15 કલાકની ડ્યુટી કરવાનો આદેશ

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથક માં પીઆઇ એ જનતા ના પ્રશ્નો સાંભળવા અને નાગરિકો ની સેવા માટે સતત 15 કલાક હાજર રહેવા ફરમાન કર્યું છે પરિણામે હવે અમદાવાદ ના ટોટલ 67 પોલીસ સ્ટેશનના પીઆઈએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહી અરજદારોને સાંભળવા પડશે અને અત્યાર સુધી પેટ્રોલિંગ, તપાસ, મીટિંગના અલગ અલગ કારણો બતાવી પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર મળતા નહીં હોવાથી અરજદારો ની ફરિયાદો નો નિકાલ નહિ થતા અરજદારોને પોલીસ કમિશનરને મળવા જવું પડતું હતું. જોકે અરજદારો તેમ જ શહેરીજનોની સમસ્યાઓને પોલીસ સ્ટેશનેથી જ નિકાલ થઇ જાય તે માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પીઆઈઓને 15 કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કર્યો છે. એસીપી અને ડીસીપીએ મહિનામાં 2 વખત દરેક પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે એસીપી અને ડીસીપીને તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનોમાં મહિનામાં 2 વખત સરપ્રાઈઝ ચેકિંગ કરવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. એસીપી અને ડીસીપીની આ વિઝિટની નોંધ તેમની વીકલી ડાયરીમાં પણ કરવામાં આવશે. જોકે જે પીઆઈ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તેમની સામે ખાતાકીય પગલાં લેવામાં આવશે.રોજ 50 અરજદાર કમિશનરને રજૂઆત કરવા આવે છે

Categories
રાષ્ટ્રીય

પેટ્રોલમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો વધારો

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલમાં નરમાઈ છતાં ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓએ લગભગ બે મહિના પછી પેટ્રોલમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 22 પૈસાનો વધારો કર્યો છે.દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 81.06થી વધીને રૂ. 81.23 થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ રૂ. 70.46થી વધીને પ્રતિ લીટર રૂ. 70.68 થયો છે તેમ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કહ્યું હતું. દેશમાં 22મી સપ્ટેમ્બર પછી પેટ્રોલના ભાવમાં પહેલી વખત વધારો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં બીજી ઑક્ટોબર પછી આજ સુધી કોઈ ફેરફાર થયો નહોતો. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયૂટે તાજેતરમાં જાહેર કરેલા આંકડા મુજબ 13મી નવેમ્બરે પૂરા થતા સપ્તાહમાં ત્યાં ક્રૂડ ઓઈલની 4.174 મિલિયન બેરલ ઈન્વેન્ટ્રી હતી.

Categories
રાષ્ટ્રીય

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં થયો વધારો

દિવાળીના તહેવારો અને ચુંટણીઓ પત્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે દેશમાં રાજધાની દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોના ફરીથી વકર્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 90.50 લાખને પાર પહોંચી છે, જયારે 1.32 લાખથી વધુ લોકોના મોત થયા છે. જો કે આ વચ્ચે રાહતની વાત એ છે કે, સમગ્ર દેશમાં ૮૪.૭૫ લાખ લોકો સાજા પણ થયા છે. જયારે હવે દેશમાં 4.41 લાખ જેટલા એક્ટીવ કેસ છે. આ દરમિયાન દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 46 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, જયારે ૫૫૦થી વધુ લોકોના મોત થયા છે. જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

Categories
એન્ટરટેઈનમેન્ટ

સેલ્ફી લેવા માટે સૌથી વધારે ‘ફિલ્ટર’નો ઉપયોગ કરે છે ભારતીયો

સારી તસવીરો ક્લિક કરવી, સારી સેલ્ફીલેવી અથવા કોઈ ફોટો ક્લિક કરે તો એમાં સૌથી સારા પોતે દેખાય એવું કોણ ના ઇચ્છે! કેટલીક વાર એવું પણ બને કે 50 ફોટો પાડ્યા હોય એમાંથી માંડ એક ફોટો સારો બને અને પણ પાછો એડિટ કરીને વધારે સારો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો. આજના સેલ્ફીના જમાનામાં અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા  પર દેખાય તેવા આ ફોટોમય જગતમાં સારા દેખાવવા માટે ફિલ્ટર નો ઉપયોગ પણ એટલો જ કરવામાં આવે છે. ગૂગલ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક અધ્યયન અનુસાર સારી સેલ્ફી લેવા માટે અમેરિકા અને ભારતમાં ‘ફિલ્ટર’નો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. રિસર્ચમાં ભાગ લેનારા લોકોમાં જર્મનીથી વિપરીત ભારતીય લોકોએ બાળકો પર ફિલ્ટરની અસરને લઇને વધારે ચિંતા વ્યક્ત કરી નહીં. આ સંશોધન મુજબ 70 ટકાથી વધુ તસવીરો ‘એન્ડ્રોઇડ’ ડિવાઇસમાં ‘ફ્રન્ટ કેમેરા’થી લેવામાં આવી છે.

Categories
અમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.