સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Categories